કુંવરબાઇનું મામેરુ યોજના: હવે લગ્ન થયેલી દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય જાણો કંઈ રીતે ?

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. કુંવરબાઈનું મામેરું યોજના માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા: ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મળશે.
લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી  કરવાની રહેશે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

યોજનાનો હેતુ: રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

આવક મર્યાદા: સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ:
કન્યાનું આધારકાર્ડ
કન્યાનું ચૂંટણીકાર્ડ(ઓળખપત્ર)
લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
કન્યાનો જાતિનો દાખલો
કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
કન્યાના પિતાનો/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
કન્યાના રહેઠાણનો પુરાવો (લાઈસન્‍સ/ચૂંટનીકાર્ડ/રેશનકાર્ડ/વીજળીબિલ પૈકી કોઈપણ એક)
કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
વર-કન્યાનો સંયુક્ત ફોટો
વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
લગ્નનોંધણી પ્રમાણપત્ર
કન્યાના પિતા/વાલીનું એકરારનામું
કન્યાના પિતાનું બાંહેધરીપત્રક
કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુવરબાઈ નુ મામેરુ યોજના અરજી ફોર્મ અને વિગતો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

કુવરબાઈ નુ મામેરુ યોજના અરજી ફોર્મ PDF: અહીં ક્લિક કરો

નિયામક વિકાસશીલ જાતિ કલ્યાણ અરજી ફોર્મ: અહીં ક્લિક કરો

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ: અરજી પત્રક: અહીં ક્લિક કરો

અન્ય વિગતો સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

ફોર્મ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group