ઘરે બેઠા મેળવો PVC આધાર કાર્ડ

PVC આધાર કાર્ડ: આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં લગભગ દરેક ઉંમરના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આધાર કાર્ડના વધુ ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. આ કાર્ડમાં દરેક વ્યક્તિની ડિજિટલ હસ્તાક્ષર, સુરક્ષિત QR કોડ (QR કોડ) દાખલ કરવામાં આવે છે.

જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે ATM કાર્ડની જેમ PVC આધાર કાર્ડનો ઓર્ડર કરી શકો છો.

 • શું છે આ PVC આધાર કાર્ડ ?
 • PVC આધાર કાર્ડનો ઓડર કઈ રીતે કરવો ?
 • ઓર્ડર કર્યાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું ?

આ સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

તો, સૌપ્રથમ આ PVC આધાર કાર્ડ શું છે તે જાણીએ.

PVC આધારકાર્ડ શું છે ?

ભારત સરકાર દ્વારા આપેલ આધારકાર્ડ દરેક વ્યક્તિ માટે પ્રમાણિત ઓળખનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આ આધારકાર્ડ જલદીથી ફાટી કે પાણીમાં પલળીને ખરાબ ન થાય તેના માટે પ્લાસ્ટિકનું આધારકાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. PVC આધારકાર્ડ એ તમારા જૂના આધારકાર્ડ જેવું છે, પરંતુ તે ATM કાર્ડ જેવા પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી ટકી રહે.

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ‘ઓર્ડર PVC આધાર કાર્ડ’ નામની નવી સેવા શરૂ કરવામાં આવેલી છે. જેમાં આધાર ઓર્ડર કરવા તમારે માત્ર 50/- રૂપિયાની ફી ચુકવવાની રહેશે. UIDAI આધાર કાર્ડની માહિતી PVC કાર્ડ પર છાપવાની સુવિધા પૂરી પાડે છે. જેમના પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને PVC આધાર કાર્ડ મંગાવી શકે છે.

PVC આધાર કાર્ડનો ઑર્ડર કઈ રીતે કરવો ?

PVC આધારકાર્ડ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે :

 1. સૌપ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ઓપન કરો.
 2. ત્યારબાદ, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
 3. હવે અહીં તમે સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
 4. જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ‘My Mobile Number in not Registered‘ પર ક્લિક કરવાનું રહેશે. (આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે આગળ દાખલ કરવાની જરૂર છે.)
 5. Terms and Conditions પર ક્લિક કરો.
 6. આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
 7. બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો.
 8. આ પછી, UPI, કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરો.
 9. થોડા દિવસો પછી તમારું PVC આધાર કાર્ડ ઘરે આવી જશે.

PVC આધારકાર્ડ ના ઓર્ડરનું Status કઈ રીતે જોવું ?

તમે કરેલ ઓર્ડર થઈ ગયો છે કે કેમ તે તપાસવા માટે તમે ઓર્ડરનું Status જોઈ શકો છો.

 1. સૌથી પહેલા આ વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/checkStatus પર વિઝિટ કરો.
 2. ત્યારબાદ, SRN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
 3. આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમારા આધાર ઓર્ડરની સ્થિતિ બતાવશે.
PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઓર્ડર કરવા માટે: અહી ક્લિક કરો
PVC આધાર કાર્ડ ઓર્ડરનું સ્ટેટસ ચેક કરવા માટે: અહી ક્લિક કરો

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group