સુરત માં પીએમ નરેન્દ્ર મોદી ના રોડ શૉ ની સંપૂર્ણ માહિતી.

સુરત માં પીએમ નરેન્દ્ર મોદી નો રોડ શૉ

સુરત માં પીએમ નરેન્દ્ર મોદી ના રોડ શૉ ની સંપૂર્ણ માહિતી. આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ સુરતના(Surat ) મહેમાન બની રહેલા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેરસભાને જંગી તથા અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા માટે સુરત મનપા (SMC) સહિત આખું જિલ્લા વહીવટી તંત્ર, શહેર ભાજપ સંગઠન કામે લાગી પડ્યું છે. એસપીજી કમાન્ડો દ્વારા સભાસ્થળનો કબજો લેવામાં આવ્યો હતો તથા હેલિપેડથી લઇને સભાસ્થળ સુધીનો રૂટ, સભાસ્થળે વિવિધ પ્રકારના આયોજનો, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનું નિરીક્ષણ સ્થાનિક પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સુરત માં 2.60 કિલોમીટરનો કરશે રોડ શો

અંદાજે 2.60 કિલોમીટર રૂટ પર વડાપ્રધાન મોદીનો રોડ શો થશે. આ રૂટ પર અંદાજે વિવિધ સમાજો દ્વારા 20 જેટલા લોકેશનો પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. એટલું જ નહીં આ રૂટ પર મનપા દ્વારા ઐતિહાસિક કિલ્લાના મેદાનની રેપ્લીકા તૈયાર કરવામાં આવશે. મર્યાદિત સમયને કારણે આ રેપ્લિકા પરથી પીએમ મોઈડને ઐતિહાસિક કિલ્લાના મેદાનનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યું તેનો ખ્યાલ આવી શકે તેમ છે. પીએમ મોદી જાહેરસભા સ્થળે વીઆઈપી એન્ટ્રીમાંથી સ્ટેજ પર પ્રવેશ કરવાને બદલે સભા સ્થળે હાજર જનમેદનીની વચ્ચેથી જ સ્ટેજ સુધી જવા માટે એન્ટ્રી કરે તેવી પણ પુરી સંભાવના છે.

વડાપ્રધાન લિંબાયતમાં મહર્ષિ આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મીડલ રીંગરોડ પર થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તા પર રોડ શોનુ આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે સ્ટેજ શોનુ આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે ઉભા કરી મોદીનું સ્વાગત કરાશે. ઉપરાંત મનપા દ્વારા મહત્વના પ્રોજેકટના કટ આઉટ બનાવી રસ્તા પર ગોઠવવામાં આવશે અને વડાપ્રધાનના ધ્યાન પર મનપાના વિકાસના કામો દેખાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીની રેલીઓ પાછળ થતો ખર્ચ ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવે

ગુજરાત ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર સાથેની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓ વિશે વાત કરી, જેમણે સોમવારે રાજ્યની તેમની બે દિવસની મુલાકાત શરૂ કરી. ગુજરાત ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓના ખર્ચને પાર્ટીના ખર્ચમાં ઉમેરવા વિનંતી કરી હતી, જ્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા માટે વિનંતી કરી હતી.

ગુજરાતના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અશોક પટેલે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા અને રાજકીય પ્રતિનિધિઓને મળવા બે દિવસની ગુજરાતની મુલાકાતે છે.

મતદાનનો સમય લંબાવવાની માંગણી- ભાજપ

રાજધાની ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળવા માટે પક્ષના પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર સાથેની બેઠક દરમિયાન અમારી પાર્ટીએ મતદાનનો સમય વધારવાની માગણી કરી હતી. ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, અમે માગણી કરી હતી કે CEC લેબર કમિશનર અથવા અન્ય કોઈ સક્ષમ સત્તાધિકારીને મતદાનના દિવસે ફેક્ટરી કામદારો માટે અડધા દિવસની રજા જાહેર કરવા નિર્દેશ આપે, જેથી આ કામદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. તેનાથી મતદાનની ટકાવારી પણ વધશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે. પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય એક બીજેપી નેતા પરિન્દુ ભગતે જણાવ્યું હતું કે ભાજપે એવી પણ માગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓનો ખર્ચ ઉમેદવારોને બદલે પાર્ટીના ખર્ચમાં ઉમેરવામાં આવે.

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group